સંજ્ઞા
સંજ્ઞા / નામ
|
|||||||||||||||||||||||||||||||||||||
²
|
દુનિયામાં નામ વગરની કોઈ વસ્તુ કે વ્યક્તિ હોય?
જવાબ : ના
|
||||||||||||||||||||||||||||||||||||
²
|
જે વસ્તુ કે વ્યક્તિનું નામ હોય તે દરેકને
સંજ્ઞા કે નામ કહેવાય છે.
દા.ત. રાજ, ગંગા, પહાડ, શહેર, છોકરો વગેરે નામ કે સંજ્ઞા કહેવાય.
|
||||||||||||||||||||||||||||||||||||
²
|
દુનિયાની તમામ સજીવ કે નિર્જીવ વસ્તુ કે પદાર્થએ
નામ કે સંજ્ઞા કહેવાય.
|
||||||||||||||||||||||||||||||||||||
²
|
વ્યક્તિ, પદાર્થ, ગુણ, ભાવ કે ક્રિયા બતાવવા જે પદ (શબ્દ) વપરાય તેમજ કર્તા કે કર્મનાં સ્થાને આવી શકતો હોય તેને ‘સંજ્ઞા’ કહેવાય.
|
||||||||||||||||||||||||||||||||||||
²
|
નામ કે સંજ્ઞા નામના મુખ્ય પાંચ પ્રકાર છે.
|
||||||||||||||||||||||||||||||||||||
²
|
![]() ![]()
![]() ![]() ![]() ![]() |
||||||||||||||||||||||||||||||||||||
1)
|
વ્યક્તિ
વાચક
|
||||||||||||||||||||||||||||||||||||
Ü
વ્યક્તિ કે
પદાર્થને આપેલ વિશેષ નામ એટલે ‘વ્યક્તિ વાચક સંજ્ઞા’
Ü
કોઈ ચોક્કસ
વ્યક્તિ, પદાર્થ કે પ્રદેશને અલગ તારવવા માટે વપરાતું પદ (શબ્દ) એટલે ‘વ્યક્તિ વાચક સંજ્ઞા’
|
|||||||||||||||||||||||||||||||||||||
નોંધ :
Ü
કોઈ એક પ્રાણી કે પદાર્થને પોતાની જાતિના બીજા પ્રાણી કે પદાર્થથી અલગ
પાડી ઓળખવા જે ખાસ નામ અપાય તેને ‘વ્યક્તિ વાચક સંજ્ઞા’ કહે છે.
Ü
આ નામ આપણી ઈચ્છા
પ્રમાણે અપાય છે.
|
|||||||||||||||||||||||||||||||||||||
ઊ.દા.
|
|||||||||||||||||||||||||||||||||||||
2)
|
જાતિ વાચક
|
||||||||||||||||||||||||||||||||||||
Ü
દરેક વ્યક્તિને
અલગ-અલગ નામ આપીએ તો દુનિયામાં અસંખ્ય નામ થાય એટલા માટે વ્યક્તિ કે પદાર્થના વર્ગ (જાતિ) બાંધવામાં આવે છે.
Ü
જે પદાર્થમાં સરખા
ગુણ જોવા મળે તેનો એક અલગ વર્ગ કરી તેને અમુક નામ આપવામાં આવે છે. જેમ કે પ્રાણીઓનો વર્ગ – ઘોડો, ગાય, બકરી
નોંધ : અમુક પ્રાણીને ‘ઘોડો’ કહેવાનું કારણ એવું છે કે એમાં એવા કેટલાક સામાન્ય ગુણ કે
લક્ષણો છે કે જે બીજા વર્ગ (જાતિ)માં નથી. એટલે તે હાથી, ગાય, બકરી વગેરેથી જુદો પડે છે.
|
|||||||||||||||||||||||||||||||||||||
Ü
વ્યક્તિ કે
પદાર્થના આખા વર્ગ કે જાતિને દર્શાવે તે જાતિવાચક સંજ્ઞા.
Ü
જાતિ વાચક સંજ્ઞા
આખા વર્ગ તેમજ એ વર્ગની ગમે તે કોઈ વ્યક્તિને લાગુ પડે છે.
|
|||||||||||||||||||||||||||||||||||||
ઊ.દા.
|
|||||||||||||||||||||||||||||||||||||
HOME WRK
|
|||||||||||||||||||||||||||||||||||||
3)
|
દ્રવ્ય વાચક
|
||||||||||||||||||||||||||||||||||||
Ü
જે પદાર્થ દ્રવ્ય
રૂપે જોવા મળે તે દર્શાવતી સંજ્ઞા તે દ્રવ્ય વાચક સંજ્ઞા
|
|||||||||||||||||||||||||||||||||||||
નોંધ:
Ø
આવી વસ્તુઓ
જથ્થામાં દ્રવ્ય રૂપે હોય છે.
Ø
દ્રવ્યરૂપે
જેમની ગણતરી એક, બે, ત્રણ રૂપે થઈ શકતી નથી પણ જેમાંના દરેક શબ્દ જથ્થાનો સૂચક હોય છે.
Ø
જેમનું વજન થઈ શકે, જેઓનું માપ લઈ શકાય છે. એવી વસ્તુઓને દ્રવ્ય વાચક સંજ્ઞા કહેવાય.
Ø
આવી વસ્તુઓમાં
ધાતુઓના નામ, અનાજનાં નામ, પીણાઓના નામ વગેરેનો સમાવેશ થાય છે.
|
|||||||||||||||||||||||||||||||||||||
ઊ.દા.
નોંધ ૨: ઘઉંને આપણે એક, બે ત્રણ એમ ગણીને માપતા નથી પરંતુ
એનું વજન કરીએ છીએ. આમ જેને માપી શકાય, વજન કરી શકાય એ તમામ સંજ્ઞા દ્રવ્ય
વાચક સંજ્ઞા છે.
|
|||||||||||||||||||||||||||||||||||||
4)
|
ભાવ વાચક
|
||||||||||||||||||||||||||||||||||||
Ü
જેને જોઈ ના શકાય, અડી ના શકાય પણ માત્ર અનુભવી શકાય તેવા ગુણ કે ક્રિયાના ભાવ દર્શાવે તે ‘ભાવ વાચક સંજ્ઞા’
Ü
ઇન્દ્રિયોથી (આંખ, કાન, નાક, જીભ અને ચામડીથી) ઓળખાય નહી પણ મનથી સમજી શકાય તેવા ગુણ કે ક્રિયાના ભાવના નામને ‘ભાવવાચક સંજ્ઞા’ કહેવાય.
|
|||||||||||||||||||||||||||||||||||||
નોંધ : -
Ø
આ બધી સંજ્ઞાને
રૂપ રંગ કે આકાર નથી.
Ø
એમને આંગળી
ચીંધીને બતાવી શકાતા નથી.
Ø
‘ભાવ’ એટલે સ્થિતિ, ક્રિયા કે સામાન્ય ગુણ.
Ø
ભાવવાચક સંજ્ઞાઓ
વિશેષણો અને ક્રિયાપદો પરથી બને છે.
Ø
ભાવવાચક સંજ્ઞા
એટલે એવાં નામ કે જેના વડે ભાવ, ગુણ, ક્રિયા, સ્થિતિ કે લાગણી ઓળખી શકાય. (આ ગુણો સ્વતંત્રપણે જોવા મળતા નથી પરંતુ એ કોઈ પ્રાણી કે પદાર્થમાં રહેલા હોય છે. તેને મનથી સમજી શકાય છે.)
|
|||||||||||||||||||||||||||||||||||||
ઊ.દા.
|
|||||||||||||||||||||||||||||||||||||
5)
|
સમૂહ વાચક
|
||||||||||||||||||||||||||||||||||||
Ü
વ્યક્તિ કે
પદાર્થના આખા સમુહને દર્શાવે તે સમૂહ વાચક સંજ્ઞા
|
|||||||||||||||||||||||||||||||||||||
Ü
કેટલાક નામ
વ્યક્તિ, પ્રાણી,કે વસ્તુના સમુહને ઓળખવા વપરાય
છે. તેને સમૂહ વાચક સંજ્ઞા કહેવાય.
|
|||||||||||||||||||||||||||||||||||||
નોંધ : -
Ø
આ નામ સમુહથી છૂટી
વ્યક્તિને લાગુ પડતા નથી.
(જેમકે ટુકડી, સમિતિ, ફોજ જેવા નામ પહેલી નજરે જાતિવાચક નામ જેવા લાગે પણ તે આખા વર્ગ / જાતિને નહી પણ એક સમુહને દર્શાવે છે
એટલે તે સમૂહ વાચક સંજ્ઞા છે.)
Ø
સમૂહ એટલે સરખા
ગુણોવાળી વ્યક્તિઓનું એકત્ર થવું.
Ø
અમુક સમુહમાં અમુક-અમુક ખાસિયતો હોય છે. જે બીજામાં નથી હોતી.
(દા.ત. લશ્કરના સમૂહમાં જે ખાસિયત હોય છે તે બીજા સમૂહમાં નથી હોતી.)
Ø
સમૂહની છુટ્ટી- છુટ્ટી વ્યક્તિઓને એ શબ્દ લાગુ પડતો નથી એટલે વ્યક્તિવાચક નથી. અને આખા વર્ગને લાગુ પડતો નથી એટલે એ જાતિ વાચક નથી.
|
|||||||||||||||||||||||||||||||||||||
ઊ.દા.
|
|||||||||||||||||||||||||||||||||||||
Activity
– 1
|
|||||||||||||||||||||||||||||||||||||
1)
|
નીચે આપેલ સંજ્ઞાનું વર્ગીકરણ કરો.
માણસ, મોહન, ગાય, પ્રજા, ગુસ્સો, ખુશ, મજા, તરસ, બાળકો, ઝુંડ, ભૂખ, રાજ, આશિષ, સીતા, દેશ, શહેર, અક્તેશ્વર, રાજપીપળા
|
||||||||||||||||||||||||||||||||||||
Activity
– 2
|
|||||||||||||||||||||||||||||||||||||
નીચેની
સંજ્ઞાના બે-બે ઉદાહરણ લખો.
1)
વ્યક્તિ વા.:- ______, _______
2)
જાતિ વા. :- ______,
_______
3)
દ્રવ્ય વા :- ______,
_______
4)
ભાવ વા. :- ______,
_______
5)
સમૂહ વા. :- ______,
_______
|
|||||||||||||||||||||||||||||||||||||
Activity
– 3
|
|||||||||||||||||||||||||||||||||||||
નીચેના
વાક્યોમાંથી સંજ્ઞા શોધી તેનો પ્રકાર જણાવો.
1)
મહેશ પાલનપુર
શહેરથી ગામમાં આવ્યો.
2)
ગાયનું ટોળું પાણી
પીવા નદીએ ગયું.
3)
સુરેશ શનિવારે
મંદિરે જઈ નાળીયેર ચડાવે છે.
4)
પંખીઓ ગરમીમાં
થાકી જાય છે.
5)
ભાઈ અને બહેન
ગામમાં કપડા લેવા ગયા.
|
|||||||||||||||||||||||||||||||||||||
Activity
– 2
|
|||||||||||||||||||||||||||||||||||||
Comments
Post a Comment