'લઘુકથા'
મારા વર્ગમાં હું ઐતિહાસિક યુદ્ધનું વર્ણન કરતો હતો ,
"નગારે ઘા દેવાયા , કંઈ કેટલાય કુળવંશને ખતમ કરવા , યોદ્ધાઓની તલવારો સામસામે અથડાતા અષાઢી વીજળી સમ તણખા ઝર્યા. આભામંડળમાં સમળાં ઉડે એમ યોદ્ધાઓના માથા ઉડવા લાગ્યા , લોહીના ફુવારા ઊડતાં'તા ,આખી ધરતી રક્તરંજીત....."
...... ત્યાં ઓચિંતા અધિકારીશ્રીનો પરિપત્ર આવ્યો ,
' પુનઃકસોટી નહિ લેનાર શિક્ષકોને સસ્પેન્ડ કરવા '...
યુદ્ધભૂમિના તમામ યોદ્ધાઓને મેં એક ઝાટકે મારી નાખ્યા.
*હવે, મારા હાથમાં હતી પેન અને એકમ કસોટી......* 🖊️📝🖊️

Comments
Post a Comment