'લઘુકથા' મારા વર્ગમાં હું ઐતિહાસિક યુદ્ધનું વર્ણન કરતો હતો , "નગારે ઘા દેવાયા , કંઈ કેટલાય કુળવંશને ખતમ કરવા , યોદ્ધાઓની તલવારો સામસામે અથડાતા અષાઢી વીજળી સમ તણખા ઝર્યા. આભામંડળમાં સમળાં ઉડે એમ યોદ્ધાઓના માથા ઉડવા લાગ્યા , લોહીના ફુવારા ઊડતાં'તા ,આખી ધરતી રક્તરંજીત....." ...... ત્યાં ઓચિંતા અધિકારીશ્રીનો પરિપત્ર આવ્યો , ' પુનઃકસોટી નહિ લેનાર શિક્ષકોને સસ્પેન્ડ કરવા '... યુદ્ધભૂમિના તમામ યોદ્ધાઓને મેં એક ઝાટકે મારી નાખ્યા. *હવે, મારા હાથમાં હતી પેન અને એકમ કસોટી......* 🖊️📝🖊️
Posts
Showing posts from March, 2020
- Get link
- X
- Other Apps
*-:* *ટીપ* *:-* ટેબલ ઉપર વાનગીની ટ્રે લઈને આવેલો સુખદેવ ટેબલ પરના મહેમાનો જોઈને હેબતાઈ ગયો. સહેજે પચીસ વર્ષ પછી આ ચહેરાઓને જોઈ રહ્યો હતો. પેલા ચાર જણાએ કદાચ એને ઓળખ્યો ન હતો કે પછી ઓળખવા માંગતા ન હતા. ચારમાંથી બે મોબાઈલ પર વ્યસ્ત હતા .. અને બાકીના બે લેપટોપ પર. કદાચ હમણાં જ થયેલી ડીલના આંકડા ગણી રહ્યા હતા. સ્કૂલના મિત્રો ઘણા આગળ વધી ગયા હતા અને પોતે કોલેજ સુધી પણ પહોંચ્યો ન હતો. વચ્ચે બે - ત્રણ વાર ટેબલ પર જવાનું થયું, પણ સુખદેવે સિફતથી પોતાની નેમ પ્લેટ છુપાવીને વાનગી સર્વ કરી. ચારે બિઝનેસમેન ડિનર પતાવીને નીકળી ગયા. હવે પાછા અહીં ક્યારેય ન આવે તો સારું. પોતાની નિષ્ફળતાને કારણે શાળાકાળના મિત્રો સાથે ઓળખાણ તાજી કરતાં સુખદેવને ભારે સંકોચ થયો હતો. સુખદેવ, ટેબલ ક્લીન કરી નાખ. ત્રણ હજારનું બિલ અને સાલાઓએ એક પૈસો પણ ટીપમાં નથી મૂક્યો. મેનેજર બબડતો હતો. ટેબલ સાફ કરતા સુખદેવે ટેબલ પર પડેલો પેપર નેપ્કિન ઉપાડ્યો. બિઝનેસ ચલાવતા લોકોએ પેનથી કદાચ પેપર નેપ્કિન પર પણ આંકડા માંડ્યા હતા. ફેંકી દેતા પહેલાં એનાથી પેપર નેપ્કિન તરફ જો...
- Get link
- X
- Other Apps
એક જંગલ હતું. તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો. તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ. તે જ ક્ષણે અચાનક... તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો. વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો. આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે. તમને શું લાગે છે ? તેનું શું થશે ? શું હરણી બચી જશે ? શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે ? શું તેનું બચ્ચુ બચી શકશે ? કે પછી... દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે ? શું હરણી ડાબી તરફ ગઈ હશે ? ના, ત્યાં તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકી ઉભો હતો. શું હરણી જમણી તરફ ગઈ હશે ? ના, ત...